/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/xxxx.jpg)
ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંક્લેશ્વર, વાલીયા, ઓલપાડ, માંડવી અને માંગરોલ તાલુકાનાં ખેડૂતમિત્રોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી, પંડવાઈનાં ચેરમેનશ્રી અને રાજયકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન ર૦૧૯-૨૦ની તૈયારીનાં ભાગરૂપે આજરોજ સવારે ૧૦.૦૦ કલાકે સંસ્થાનાં ડીરેકટર અલ્પેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતિ પારૂલબેન પટેલનાં હસ્તે સંસ્થાનાં બોઈલરનું શાસ્ત્રોક્ત વિધીથી પ્રદીપન કરવામાં આવ્યું હતું.
આગામી સિઝનમાં શેરડીનાં પાકનું ઓછું વાવેતર થયું હોવાથી પંડવાઈ સુગર દ્વારા આશરે પ.૫ લાખ મે. ટન શેરડીનાં પિલાણનો અંદાજ આંકવામાં આવી રહયો છે. સંસ્થાનાં બોઇલર પ્રદીપનનાં કાર્યક્રમમાં સંસ્થાનાં ચેરમેન અને રાજયકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ, ડીરેકટરઓ - હર્ષદભાઈ પટેલ, યશંવતભાઈ પટેલ, જયદીપસિંહ ધ્વધરા, મહીપતસિંહ વશી, હિતેન્દ્રભાઈ પટેલ, નટવરભાઈ પટેલ,મેનેજીંગ ડીરેક્ટર અમૃતભાઈ પટેલ, ચીફ એન્જીનીયર દિલીપભાઈ ચૌધરી, ડીસ્ટીલરી ઇન્ચાર્જ દશરથભાઇ પટેલ, ડર્મશીયલ મેનેજર મુકેશ પટેલ, ચીફ કેમીસ્ટ હિમાંશુભાઈ ટેલર, ચીફ એકાઉટન્ટ વિરેન્દ્રસિંહ ઠાકોર, સીડીઓ રાજેશભાઈ પટેલ અને સંસ્થાનાં અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.