/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/25090048/fgdg-1.jpg)
ભારતીય જનતા પાર્ટીમાં હોવાનો દાવો કરી રહેલા
અને દિલ્હી આવી ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના બે ધારાસભ્યો હવે મુંબઈ પાછા ફર્યા
છે. સોમવારે સવારે એનસીપીના દૌલત દારોડા અને અનિલ પાટિલ મુંબઇ પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રમાં રાજકીય ચિત્ર મિનિટ-મિનિટે
બદલાઈ રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે ધારાસભ્યો જેમણે ભારતીય જનતા
પાર્ટી સાથે હોવાનો દાવો કર્યો હતો અને દિલ્હી આવ્યા હતા, હવે
તેઓ મુંબઇ પાછા ફર્યા છે. સોમવારે સવારે એનસીપીના દૌલત દરોડા અને અનિલ પાટિલ મુંબઇ
પહોંચ્યા હતા. એનસીપીના છાવણીમાં વધુ બે ધારાસભ્યોની વાપસી એ અજિત પવાર જૂથ માટે
મોટો આંચકો છે.
દૌલત દરોડા અને અનિલ પાટીલ એનસીપી યુથ
કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી પાછા મુંબઈ લાવ્યા હતા. આ ધારાસભ્યો હરિયાણાના
ગુરુગ્રામમાં રોકાયા હતા. એટલે કે, 54 માંથી 52 ધારાસભ્યો
શરદ પવારના છાવણીમાં પાછા આવી ગયા છે.
એનસીપી નેતાઓએ દાવો કર્યો છે કે આ ધારાસભ્યો
ગુરુગ્રામની એક હોટલમાં હતા જ્યાંથી મોડી રાત્રે તેમને દિલ્હીથી મુંબઇ લાવવામાં
આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ શરદ પવારના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુમ
થયેલા ચાર ધારાસભ્યોમાં નરહરિ ઝીરવાલ, અનિલ પાટિલ, દૌલત દરોડા અને નીતિન પવારનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ પરત ફર્યા છે.
હવે માત્ર નરહરિ ઝીરવાલ દિલ્હીમાં છે, એનસીપીના નેતાઓ
તેમના પણ સંપર્કમાં છે.
તમને જણાવી દઈએ કે રવિવારે એવા ઘણા ધારાસભ્યો
હતા જેઓ અજિત પવારની સાથે જોવા મળ્યા હતા. અને સાંજ સુધીમાં તેઓ પાછા શરદ પવારની
સાથે ઊભા જોવા મળ્યા હતા.
મોટાભાગના ધારાસભ્યો એનસીપીના છાવણીમાં પાછા ફર્યા હતા
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારની
સાથે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પદ માટે શપથ લીધા હતા, પરંતુ
અજિત પવારે જે એનસીપી ધારાસભ્યો પોતાની સાથે હોવાનો દાવો કર્યો હતો તેમાં થી મોટા
ભાગના શરદ પવારની તરફ પાછા ફર્યા હતા. રવિવારે એનસીપીની બેઠકમાં 54 ધારાસભ્યોમાં
થી લગભગ 50 જેટલા ધારાસભ્યો પાછા ફર્યા હતા, આવી
સ્થિતિમાં હવે અજીત પવારની સામે સંકટ છે કે તેઓ પોતાનું બહુમત કેવી રીતે સાબિત
કરશે.
શું ફસાઈ ગયા અજિત પવાર?
શિવસેના અને એનસીપીના નેતાઓનો આરોપ છે કે
અજિત પવારે એનસીપીના ધારાસભ્યોનો સમર્થન પત્ર બતાવીને દેવેન્દ્ર ફડણવીસની સાથે
મળીને સરકાર બનાવી હતી. પરંતુ અજિત પવાર માટે હવે તે જ બાબત સંકટ સાબિત થાય તેમ
લાગે છે. કારણ કે હવે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સમક્ષ ફ્લોર ટેસ્ટમાં બહુમતી
સાબિત કરવાનો પડકાર છે.
ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે તેમને 170
થી વધુ ધારાસભ્યોનો ટેકો છે, જ્યારે રવિવારે યોજાયેલી ભાજપ બેઠકમાં
કુલ 118 ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા.
હજી પણ એનસીપી સાથે જ છે અજિત!
મહારાષ્ટ્રમાં, દરેકની નજર અજિત પવાર
પર છે અને તેને બળવાખોર કહેવામાં આવે છે. પરંતુ અજિત પવારે રવિવારે ટ્વીટ કર્યું
હતું કે તેઓ હજી એનસીપીમાં છે અને શરદ પવાર તેમનો નેતા છે. તેમણે એમ પણ લખ્યું છે
કે એનસીપી અને ભાજપની આ સરકાર આગામી પાંચ વર્ષ ચાલશે. જોકે, તેમના ટ્વીટનો જવાબ આપતાં શરદ પવારે આ નિવેદનને ભ્રામક ગણાવ્યું હતું.