પતિના ગુમાવ્યાના 15મા દિવસે સંતાનોના ભવિષ્ય માટે કાઢી ગાઠિયાની રેકડી

New Update
પતિના ગુમાવ્યાના 15મા દિવસે સંતાનોના ભવિષ્ય માટે કાઢી ગાઠિયાની રેકડી

8 મી માર્ચ એટેલે વુમનસ ડે. એક સ્ત્રીના ઘણા રૂપ હોઈ છે. એક જ જીવનમા સ્ત્રી ઘણા પાત્રો ભજવતી હોઈ છે. કોઈ એક સ્ત્રી કોઈની માતા પણ હોઈ છે, તો કોઈની બહેન પણ હોઈ છે, તો સાથો સાથ કોઈની પત્ની તથા દિકરી તેમજ મિત્ર પણ હોઈ છે. આપણે ત્યા સ્ત્રીને પૂરૂષની સમોવડી ગણવામા આવે છે. સ્ત્રી શક્તિ છે તો સ્ત્રી સહનશિલતાનો અડિખમ ઉભેલો પર્વત પણ છે. સ્ત્રીની વ્યાખ્યા આ સંસાર મા સૌથી કોઈએ ટૂંકી તેમજ સરળ રીતે સમજાવી હોઈ તો તે સમજાવી હતી શ્રીકૃષ્ણ એ મહાભારતના યુધ્ધ સમયે. ત્યારે વુમન્સ ડે નિમિતે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક માતા વિશે કે જેમણે પોતાની જાત મહેનતથી એકલા હાથે તેમની બે પૂત્રી અને એક દિકરાનૂ લાલન પાલન કર્યૂ તેમજ તેઓને ઉચ્ચ શિક્ષણ પણ અપાવ્યૂ. કનેકટ ગુજરાત સલામ કરેછે આવી માતાઓને કે જેમનામાં આ રીતનો જૂસ્સો અને સાહસ છે.

પતિનેગુમાવ્યાના 15માદિવસેસંતાનોનાભવિષ્યમાટેકાઢીગાઠિયાનીરેકડી

રીટા બેનના પતિ છેલ્લા છ વર્ષ થયા મૃત્યૂ પામ્યા છે. રીટા બહેને પોતાના પતિને ગૂમાવ્યાના 15 દિવસની અંદરજ પોતાના સંતાનોનૂ ભવિષ્ય ના બગ઼ડે તે માટે ગાઠીયાની રેકડી કાઢવાની શરૂ કરી હતી. રીટા બહેને કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં ઝણાવ્યૂ હતૂ કે તેમના પતિનૂ અવસાન મે મહિનામાં થયૂ હતૂ. તો બીજી તરફ તેમના પતિના અવસાન બાદ 22 દિવસના ગાળામાં જ તેમના સંતાનોની સ્કૂલ અને કોલેજ શરૂ થતી હતી. આથી તેમના માટે યજ્ઞ પ્રશ્ન હતો કે તે પોતાના સંતાનોની સ્કૂલ અને કોલેજની ફિ કેવી રીતે ભરી શકે. આ માટે તેમણે પોતાના સગા વગાલાઓ પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વગર પોતેજ આ આર્થિક કટોકટીને પહોંચી વળવા મહેનત કરવાનૂ નક્કિ કર્યૂ..publive-imageપતિનાઅવસાનબાદમાતાસાથેપિતાનીપણજવાબદારીઆવીહતી

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રીટે બહેને જણાવ્યૂ કે તેમના પતિના અવસાન થયાં બાદ તેમના પર બેવડી જવાબદારી આવી પડી હતી. તે છેલ્લા છ વર્ષો થયાં માતા અને પિતાની બેવડી જવાબદારી હોંસે હોંસે નિભાવે છે... તે પોતે ઈશ્વરનો આભાર પણ માને છે કે તેમના પર જે સંકટ આવ્યૂ હતૂ તે સંકટ સામે તેઓ ખૂબજ સારી રીતે લડ્યા તેમજ તેમના બાળકોની અંદર સંસ્કારોની સિંચન પણ કર્યૂ

સંતાનમાબેદિકરીઅનેએકદિકરોછે

તો બીજી તરફ તેમના ત્રણ સંતાનો પૈકી મોટી દિકરીને રીટા બહેને ગાંઠીયાની રેકડી માંથી જ આર્થિક ઉપાર્જન કરી ધામધૂમથી સાસરે વળાવી છે. તો બાકીના બે સંતાનોની વાત કરીયે તો તેમાં એક દીકરી અને એક દીકરો છે. દિકરીનૂ નામ રાજવી છે જેને હાલમાંજ બિ.એસ.સી પૂરૂ કર્યૂ છે, અને આવતા વર્ષથી બિ.એડનો અભ્યાસ કરવાની છે. તો જે દિકરો છે તેમનૂ નામ લાલો છે જેને હાલમાંજ ધોરણ 11માંની પરિક્ષા આપી છે.

સવારનાચારવાગ્યેઉઠીકરેછેતંતોડમહેનતpublive-imageતો રીટા બહેનની બીજા નંબરની દિકરી કહેછે કે તેમની માતા રોજ સવારનુા ચાર વાગ્યે ઉઠી ગાંઠીયાનો લોટ અને સંભારો, દાળ, ભાત, શાક રોટલી તૈયાર કરેછે... જેમાં તે અને તેમનો ભાઈ પણ શક્ય હોઈ તેટલી મદદ કરેછે. સવારના ચાર વાગ્યેથી ઉઠેલા રીટા બહેન બપોરના બે વાગ્યે પોતાના ઘરે પરત ફરેછે અને ત્યારબાદ પોતાના સંતાનો માટે રસોઈ બનાવી તેને જમાડે છે. તેમજ રીટા બહેન પોતે સાક્ષર હોવાથી તેમના સંતાનોને પણ તેમના અભ્યાસમાં મદદ કરેછે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યૂ કે પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે.

તો બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સપનૂ પણ ધરાવે છે. રાજવીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં ઝણાવ્યૂ કે તે બી.એડ કર્યા બાદ પ્રોફેસર બનવા માંગે છે. જેથી તે સમાજમાં પોતાનૂ યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાઈ તેથી તે પોતાની માતાને આ કાળી મજૂરી માંથી નિવૃર્તિ અપાવી શકે.

તો કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા દિકરી રાજવીએ જણાવ્યૂ કે તે દરેક જન્મમાં રીટા બહેનના કૂખેથીજ જ્ન્મ લેવાનૂ પસંદ કરશે. કારણકે જે રીતે તેની માતાએ તેમના પતિને ગૂમાવ્યા બાદ ત્રણેય સંતાનોને જે રીતે ભણાવ્યા ગણાવ્યા છે તે બાબત પર તે ખૂબજ ગર્વ અનૂભવે છે.

Latest Stories