પતેતી નવરોજ,જૈન ચાતુર્માસ અને શ્રાવણ માસના પવિત્ર ઉત્સવ ની શુભેચ્છા પાઠવતા સાંસદ અહેમદ પટેલ

New Update
પતેતી નવરોજ,જૈન ચાતુર્માસ અને શ્રાવણ માસના પવિત્ર ઉત્સવ ની શુભેચ્છા પાઠવતા સાંસદ અહેમદ પટેલ

રાજ્ય સભા સાંસદ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ખજાનચી એ પતેતી-નવરોજ પર્વ નિમિત્તે પારસી સમાજને મુબારકબાદી પાઠવતાં જણાવ્યું કે શાણા અને સોજંજા પારસી સમાજના લોકો દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા છે તેઓનો નુતન વર્ષ પ્રારંભ થઇ રહ્યો છે.

ત્યારે તમામ પારસી સમાજના લોકોને નવરોજ મુબારક પાઠવીએ છીએ સાથોસાથ પવિત્ર શ્રાવણ માસ અને જૈન ચાતુર્માસ પણ ચાલી રહ્યો છે. ત્યારે તમામ હિન્દુ અને જૈન બિરાદરોને પણ શુભકામના પાઠવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે માનવીમાં ધર્મ પ્રત્યેની આસ્થા અને સદભાવનાનો ઉદ્ભવ થાય અને સદગુણોનું સિંચન થાય અને તંદુરસ્ત મૂલ્યવાન સમાજની નવરચના થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories