પદ્માવતી ફિલ્મનો વિરોધ વધુ વકર્યો, અભિનેત્રી દિપીકા પાદુકોણનું નાક કાપવાની અપાઈ ધમકી

New Update
પદ્માવતી ફિલ્મનો વિરોધ વધુ વકર્યો, અભિનેત્રી દિપીકા પાદુકોણનું નાક કાપવાની અપાઈ ધમકી

પદ્માવતી ફિલ્મનો વિરોધ દિન પ્રતિદિન વકરી રહ્યો છે.ફિલ્મનાં ઉગ્ર વિરોધ બાદ રાજપૂત કરણી સેનાએ અભિનેત્રી દિપીકા પાદુકોણનું નાક કાપવાની ધમકી આપી છે.

કરણી સેનાનાં નેતા લોકેન્દ્ર નાથે મિડીયાને જણાવ્યુ હતુ કે રામ સીતા સાથે લક્ષ્મણ વનવાસ ગયા હતા, ત્યારે જરૂરત પડી ત્યારે તેમણે શુર્પનખાનું નાક કાપી નાખ્યું હતું. ”એજ પ્રકારે જો રાવણને સમજ ના પડે તો શૂર્પનખાનું નાક કાપી નાખવાની તાકાત આજે પણ લક્ષ્મણની છે.”

લોકેંદ્ર નાથે વધુમાં કહ્યું, દિપીકા દીકરી જેવી છે પણ હવે કોઈને સમજાવવામાં નહીં આવે. સરકારે ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. અહિંસા જરૂરી છે પરંતુ હિંસા મજબૂરી છે.

આ ઉપરાંત ફિલ્મનાં ડાયરેકટર સંજય લીલા ભણસાલીને માથુ વાઢી નાખવાની ધમકી પણ મળી હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Latest Stories