/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/fg.jpg)
ભિલાડથી ભુજ સુધીનો ૭૦૦ કિ.મી.નો પગપાળા પ્રવાસ કરીને હરીસિંહ અર્જુનસિંહ રાજે વધુ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, દેશ બચાવો, દુનિયા બચાવો અભિયાન હેઠળ જાગૃત્તિનો સંદેશ ફેલાવ્યો હતો. પર્યાવરણના જતન માટે તેમના પ્રયાસોને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
ભરૂચ તાલુકાના પારખેતના વતની અને આમોદ તાલુકાની દોરા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હરીસિંહ અર્જુનસિંહ રાજએ ભિલાડથી ભુજ સુધીનો ૭૦૦ કિ.મી.નો પગપાળા પ્રવાસ કરીને વધુ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, દેશ બચાવો, દુનિયા બચાવો અભિયાન હેઠળ આમ જનતાને જાગૃત્તિનો સંદેશ ફેલાવ્યો હતો. આ પગપાળા પ્રવાસ દરમિયાન હરીસિંહ રાજનું અનેક શહેરોમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમના ભગીરથ પ્રયાસ બદલ તેની સરાહનિય નોંધ લઈ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ ધ્વારા ૭૦ મા વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે હાંસોટ ખાતે પર્યાવરણ પ્રેમી શિક્ષક હરીસિંહ રાજને રાજ્ય કક્ષાના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.