પર્યાવરણનું રક્ષણ કરવાના ક્ષેત્રે ભારત 177માં ક્રમે

New Update
પર્યાવરણનું રક્ષણ કરવાના ક્ષેત્રે ભારત 177માં ક્રમે

પર્યાવરણીય પર્ફોર્મન્સની બાબતમાં ભારત 180 દેશોના રેન્કિંગમાં 177નાં ક્રમે છે. યેલ યુનિવર્સિટી અને કોલમ્બિયા યુનિવર્સિટીએ સંયુક્ત રીતે હાથ ધરેલા સર્વે એન્વાયરમેન્ટલ પર્ફોમન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)માં આ વિગતો બહાર આવી છે. ભારતમાં હવાનું પ્રદૂષણ વધુ ઘાતક બની રહ્યું હોવાનું આ અહેવાલમાં જાહેર થયું છે.

પર્યાવરણીય પર્ફોર્મન્સની બાબતમાં ભારત તળિયાનાં પાંચ દેશોમાં હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. એન્વાયરમેન્ટલ પર્ફોમન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)એ તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ મુજબ વિશ્વના 180 દેશોમાં પર્યાવરણ અને પર્યાવરણીય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ભારત 177માં ક્રમે છે. વર્ષ 2016માં ભારત 141માં ક્રમે હતુ, જ્યાંથી સરકીને 177માં ક્રમે પહોંચ્યુ છે.

Latest Stories