New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/14204902/1-5.jpg)
પલસાણા પોલીસ પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન પલસાણા પોલિસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ ગઢવી અને પોલીસ કોસ્ટેબલ દિનેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ મેઘાપ્લાઝામા યોગીવિલા એપારમેન્ટ નીચે ઉભેલ યુવક પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ છે. જે બાતમીના મળેલ જગ્યાએ પલસાણા પોલીસ જઈ નીચે ઉભેલ શંકાસ્પદ ઈસમની તપાસ કરતા તેઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.
પલસાણા પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest Stories