પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઇ રહી છે લક્ષ્મીરાની માંઝી

New Update
પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઇ રહી છે લક્ષ્મીરાની માંઝી

ઝારખંડની લક્ષ્મીરાની માંઝી પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સમાં રમવા જઇ રહી છે. લક્ષ્મીરાની કોલસાની ખાણમાં કામ કરતા સાધારણ શ્રમિકની પુત્રી છે.

આ પહેલા લક્ષ્મીરાનીએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશીપ 2015માં રજત ચંદ્રક જીત્યો હતો. હાલમાં તેનો રેકિંગ વિશ્વમાં 15મો છે.

ભારતમાંની મહિલા તીરંદાજી દીપિકા કુમારી અને બોંબયલા દેવીની સાથે આ વખતે લક્ષ્મીરાની પણ જોડાઇ રહી છે. લક્ષ્મીરાનીનો અનુભવ બાકીની બે તીરંદાજ કરતા ઓછો છે.

જોકે માંઝીના કોચના જણાવ્યા મુજબ માંઝી દબાણ હેઠળ પણ સારું પ્રદર્શન કરી શકે છે. તે તેની ખાસ વિશેષ્ટતા છે. ત્યારે સૌની નજર આગામી રિયો ઓલિમ્પિકમાં તેના પ્રદર્શન પર રહેશે.

Latest Stories