પાક.મૂળની ગાયિકા સલમા આગાને મળશે ભારતીય નાગરિકતા?

પાક.મૂળની ગાયિકા સલમા આગાને મળશે ભારતીય નાગરિકતા?
New Update

પાકિસ્તાનની મૂળની ગાયિકા અને અભિનેત્રી સલમા આગાએ ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ માટે અરજી કરી છે. આ માટે તેઓ આજે ગૃહમંત્રી રાજનાથ સાથે મુલાકાત પણ કરવાના છે.

જો તેમને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મળી જશે તો તેઓ વિઝા વિના ભારતમાં જેટલીવાર ઇચ્છે તેટલીવાર આવ-જા કરી શકશે.

પાકિસ્તાનમાં જન્મેલા સલમા આગા બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. એક્ટર જુગલ મેહરા અને અનવરી બેગમ સલમા આગાના નાના-નાની હતા.

જે વ્યક્તિના દાદા-દાદી અથવા નાના-નાની ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યાં સુધી અથવા 26 જાન્યુઆરી, 1950માં ભારતની નાગરિકતા મેળવવા માટે યોગ્ય હતા અથવા 1947માં ભારતથી અલગ થયેલા ભાગ સાથે સંબંધ ધરાવતા હતા તે ઓસીઆઇ નાગરિકતા મેળવવા માટે લાયક ગણાય છે.

સલમા આગાએ બી.આર.ચોપરાની ફિલ્મ ‘નિકાહ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મના ગીત “દિલ કે અરમાન આંસુઓ મેં બહે ગએ” માટે સલમાને શ્રેષ્ઠ મહિલા પ્લે બેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.

Here are a few more articles:
Read the Next Article