પાકિસ્તાનમાં બે બહેનોએ બોઇંગ 777 ઉડાવીને રચ્યો ઇતિહાસ

New Update
પાકિસ્તાનમાં બે બહેનોએ બોઇંગ 777 ઉડાવીને રચ્યો ઇતિહાસ

પાકિસ્તાનની બે બહેનો ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં પાઇલોટ તરીકે ફરજ બજાવી રહી છે. જાણવા મળ્યા મુજબ પાકિસ્તાનમાં આ પ્રથમ એવી જોડી છે જે બોઇંગ 777 એરક્રાફ્ટ ઉડાવશે.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રવક્તા દન્યાલ ગિલાનીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે બે બહેનો મરિયમ મસૂદ અને ઇરમ મસૂદે બોઇંગ 777 ઉડાવીને ઇતિહાસ રચી દીધો છે.

unnamed (5)

દન્યાલ ગિલાનીએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં બે બહેનોએ એક સાથે આ સિદ્ધિ મેળવી હોય તેવું પહેલીવાર બન્યુ છે.

Latest Stories