પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા  વડોદરા ફનસ્ટ્રીટમાં ૪૦ હજાર લોકોના શપથ

પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા  વડોદરા ફનસ્ટ્રીટમાં ૪૦ હજાર લોકોના શપથ
New Update

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અકોટા-દાંડિયાબજાર બ્રિજ ખાતે દર રવિવારે ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલેથી જ ફનસ્ટ્રીટની રાહ જોઇ રહેલાં શહેરનાં હજારો નાગરિકો ફનસ્ટ્રીટ ૨૦૧૮ના પ્રથમ રવિવારે જ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં અંદાજે ૪૦ હજારની સંખ્યામાં એકઠાં થયાં હતાં. જ્યાં શહેરના મેયર, મહાનગરપાલિકાના કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ વિસ્તારોના કોર્પોરેટરો સહિત ઉપસ્થિત હજારોની મેદનીએ જળસંચય અભિયાન અંતર્ગત પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

publive-image

ઉલ્લેખનીય છે કે ઉપસ્થિત શહેરનાં નાગરિકોમાં આબાલવૃદ્ધ સૌ કોઇ હતાં. જેમાં લોકોએ લખોટી જેવી પરંપરાગત રમતોની મઝા માણી હતી. જ્યારે શહેર માટે જાગૃતતા દર્શાવતા કેટલાક ડિસ્પ્લે પણ કર્યા હતા. જેમાં ક્લીન સિટી, ગ્રીન સિટી, ડ્રીમ સિટીનું સ્વપ્ન પણ નાગરિકોના મનમાં સેવાઇ રહ્યું હોય તેવાં દૃશ્યો પણ ઉભાં થયાં હતાં.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article