પાદરા કોંગ્રેસનાં વિજય સરઘસમાં ફાયરિંગનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

પાદરા કોંગ્રેસનાં વિજય સરઘસમાં ફાયરિંગનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ
New Update

વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર જશપાલસિંહ ઠાકોરની જીત થતા વિજય સરઘસ નીકળ્યું હતુ.

આ વિજય સરઘસમાં વિજયી બનેલા ઉમેદવાર જશપાલસિંહ ઠાકોર અને ભાજપાએ ટિકીન ન આપતા જિલ્લા ભાજપાના મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાયેલા ચૈતન્યસિંહ ઝાલાએ હવામાંફાયરીંગ કરતો વિડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.

આ અંગે પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન હથિયારો જમા કરવામાં આવ્યા હતા, અને પાદરા વિજય સરઘસની ફાયરિંગની ઘટનામાં જે ગન હતી તે એરગન હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article