પાદરામાં વૃધ્ધોને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગના બે સાગરિતો ઝડપાયા, કાઢ્યું સરઘસ

પાદરામાં વૃધ્ધોને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગના બે સાગરિતો ઝડપાયા, કાઢ્યું સરઘસ
New Update

વડોદરા જિલ્લાનાં પાદરામાં ઉંમરલાયક લોકોને રીક્ષામાં બેસાડી લૂંટનો શિકાર બનાવતી ગેંગના સાગરિતો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે બન્નેનું શહેરમાં સરઘસ કાઢી રસ્તા વચ્ચે ઉટ-બેસ કરાવી હતી. જેને લઈ લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.

પાદરામાં સોની બજાર ખૂબ જાણીતુ છે. ત્યારે લગ્ન સિઝનને લઈ લોકો અહીં મોટાપાયે ખરીદી કરવા માટે આવતા હોય છે. જેમાં પાદરા નગરમાં રીક્ષામાં બેસી લોકોને છેતરપિંડી કરતી ગેંગ સક્રિય બની હતી. આ ગેંગનાં સભ્યો ખાસ કરીને ઉંમરલાયક લોકોને નિશાન બનાવતા હતા. જેથી તેમને સરળતાથી છેતરી કે લૂંટી શકાય. જે બાબતની જાણ પોલીસને થતાં પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન રીક્ષામાં લૂંટ ચલાવતી ગેંગના બે સાગરિતો પોલીસને હાથ લાગ્યા હતા. જે બન્નેનું શહેરનાં માર્ગો ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને શહેરનાં મુખ્ય માર્ગો ઉપર આવેલા ચોકમાં જોઈને ભર તકડામાં પોલીસે ઉઠબેસ કરાવી હતી. જેના પગલે લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.

Here are a few more articles:
Read the Next Article