/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/unnamed-25.jpg)
આવકવેરા વિભાગે કરદાતા પોતાના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે સરળતાથી સાંકળી શકે તે હેતુસર નવી ઈ - સુવિધા લોન્ચ કરી છે, ઉલ્લેખનીય છે કે સરકારે આવકવેરા રિટર્ન દાખલ કરવા માટે પાન નંબરની સાથે આધાર નંબરને પણ ફરજીયાત કરી દીધો છે, આવકવેરા વિભાગની ઈ ફાઇલિંગ વેબસાઈટ પર પાન નંબરને આધાર સાથે સાંકળવા નવી લિંક શરૂ થઈ ચુકી છે, તે લિંકની મદદથી કરદાતા પાન નંબર અને આધારને સાંકળી શકશે.
યુ.આઈ, ડી,એ, આઈ તરફથી ખરાઈ થયા પછી બંને સંકળાઈ જશે, કોઈ અનિયમિતતા જણાશે તો આધાર દ્રારા આગળની પૃછા માટે પાસવર્ડ આપવામાં આવશે,આધાર કાર્ડમાં દર્શાવેલ ફોન નંબર પર તે પાસવર્ડ મોકલવામાં આવશે, હકીકતે કોઈપણ પૃછાથી બચવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ એક હોવી જોઈએ, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ઈ -ફાઇલિંગ વેબસાઈટ પર નોંધણી કરાવવાની જરૂર નહીં રહે.