પાયલોટ અવની ચતુર્વેદીએ ફાઈટર પ્લેન ઉડાડીને રચ્યો ઇતિહાસ

New Update
પાયલોટ અવની ચતુર્વેદીએ ફાઈટર પ્લેન ઉડાડીને રચ્યો ઇતિહાસ

જામનગર વાયુ સેના સ્ટેશન થી પાયલોટ અવની ચતુર્વેદીએ ફાઈટર પ્લેન ઉડાડીને ઇતિહાસ રચ્યો છે. અને ફાઈટર પ્લેન ઉડાડવાનું બહુમાન અવનીને મળ્યુ છે.

અવની ચતુર્વેદીએ એકલા હાથે મિગ-21 બાઈસનને ઉડાડીને ઈતિહાસ રચ્યો છે. વાયુ સેનાનાં અધિકારીનાં જણાવ્યા મુજબ અવનીએ આ વિમાન સોમવારે જામનગર વાયુ સેના સ્ટેશને થી ફાઈટર પ્લેન ઉડાડ્યુ હતુ.

ફાઈટર પ્લેન ઉડાડવા માટે ત્રણ મહિલા પાયલટ અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંહને આકરી તાલીમ આપવામાં આવી હતી. તેમણે2016માં ફ્લાઈંગ ઓફિસર તરીકે સામેલ કરાયા હતા.

વાયુસેનાનાં કમાન્ડર પ્રશાંત દીક્ષિતે જણાવ્યું કે ભારતીય વાયુસેના અને દેશ માટે આ એક અનોખી ઉપલબ્ધિ છે. દુનિયામાં માત્ર બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ અને પાકિસ્તાનમાં જ મહિલા પાયલટ બની શકી છે.

Latest Stories