/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/00-2.jpg)
વર્ષ ૨૦૧૯ નું ચોમાસુ ગુજરાતના લોકોના માનસપટ પર સદાયે અંકિત રહેશે એમાં કોઇ મિનમેખ નથી. સતત ત્રણ માસ સુધી સમયાંતરે વરસેલા વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. તેમ છતાં મેઘરાજા ધરતીના આલિંગનથી તૃપ્ત ન થયા હોય એમ ભાઇબીજના દિવસે પણ મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. સાંજના સુમારે અચાનક નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ચડી અાવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય
વિસ્તારોમાં મંગળવારે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટા સાથે જોરદાર વરસાદ વરસતા
લોકો અચંબિત થઇ ગયા હતા. મંગળવારના રોજ પાલેજ નગરના વાતાવરણમાં પલટો આવતા પાલેજ
સહિત આસપાના ગામોમાં વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં અનેરી
ઠંડક પ્રસરી જવા પામી હતી. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ પણ
ધરતીપુત્રો સેવી રહ્યા છે. અચાનક વરસાદ વરસતા દિવાળીના પર્વ પર માઠી અસરો જોવા મળી
હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0026.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0027.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0028.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0029.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0030.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0034.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0040.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0041.jpg)