/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dsfs.jpg)
ત્યાગ, બલિદાન અને સમર્પણના પર્વ એવા ઇદુલ અદહા પર્વની ભરૂચના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ખુબ જ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. ઇદુલ અદહા પ્રસંગે નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદો સહિત દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં અાવી હતી. નગરની વિવિધ મસ્જિદોમાં વહેલી સવારની નમાઝ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.
નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં ખુબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉમટી પડી ઇદની વિશેષ નમાઝ અદા કરી હતી. ચિશ્તિયા નગર સ્થિત સૈયદ સલીમુદ્દીન બાવા સાહેબ તેમજ સૈયદ મોઇનુદ્દીન બાવા સાહેબે મક્કા મસ્જિદમાં ઇદની નમાઝમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઇદની નમાઝ બાદ સૈયદ સલીમુદ્દીન બાવા સાહેબ તથા સૈયદ મોઇનુદ્દીનબાવા સાહેબે તમામ હાજરજનોને ઇદની મુબારકબાદી પાઠવી હતી.
ઇદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ગળે લગાડી ઇદની મુબારકબાદી પાઠવી હતી. મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના મોહમ્મદ અલી અશરફીએ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ માંગી હતી. પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, વલણ, ઇખર, માંકણ, મેસરાડ, કંબોલી, ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઇદુલ અદહા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલે નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઇદની ઉજવણી થઇ રહી હોવાના અહેવાલ સાંપડ્યા છે.