ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનતા ચોરીના
ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ
જે.એન.ઝાલાતથા પો.સ.ઇ પી.એસ.બરંડાના માર્ગદર્શન મુજબ પાલેજવિસ્તારની ફીલીપ્સ
કાર્બન લીમીટેડ કંપનીમાંથી સ્ટેઇનલેસ સ્ટીલ બકેટ નંગ- ૨૭૩ કુલ કિ રૂ ૭,૩૭,૧૦૦/- ની થયેલ ચોરી બાબતે પાલેજ પોલીસ
મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.
આ ગુનામાં એલ.સી.બી.દ્વારા ગુનાની વિઝીટ કરી પ્રાથમિક રીતે આરોપીનો તાગ મેળવવા
પો.સબ.ઇન્સ એ..એસ,ચૌહાણ તથા
વાય.જી. ગઢવીએ ટીમ બનાવી તપાસના ચક્રો ગતીમાન કરેલ હતા અને આજરોજ એલ.સી.બી.ભરૂચની
ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન એલ.સી.બી.ને બાતમી મળેલ કે અગાઉ પાનોલી GIDCમાં બંધ કંપનીમાં ચોરી કરનાર પકડાયેલ ઇસમ પાલેજ ફીલીપ્સ કાર્બન લીમીટેડ
કંપનીમાં પણ સંડોવાયેલ છે અને તે હાલ તેના સાગરીતો સાથે સુરતમાં છે.
જે બાતમી આધારે ટીમ બનાવી સુરત
ખાતેથી ત્રણ આરોપીઓ જાકીર ઉર્ફે જકી 5/0 યાસીન સૈયદ હાલ રહે.આમોદ પુરસા નવીનગરી ઝૃપડપટ્ટી
તા.આમોદજી.ભરૂચ મુળ રહે. ભોપાવલી તા.નુંહ જી.મેવાત (હરીયાણા), અબ્દુલગફુર 5/0 ઇશાક
પઠાણ હાલ રહે.સુરત ડભોલી ચાર રસ્તા આમીન જગરૂપ સૈયદની ભંગારની દુકાનમાં વેડ રોડ
સુરત મુળ રહે. ગૌધોલી થાના-પુન્હાના તા. પુન્હાના જી.નુંહ(હરીયાણા), હારૂન
ગફાર સૈયદ રહે. બ્લોક નં-૨૩૭ બી/૧૨ કોસાડ આવાસ અમરોલી સુરતને ઝડપી પાડી તેઓની વધુ
પુછપરછ કરતા આ ચોરીનો મુદ્દામાલ ઝાડેશ્વર ખાતે આપેલાની હકિકત જણાવતા વધુ એક આરોપી
ગોપીલાલ ઉફે ગોપાલ ભોલીરામ ગુર્જર (મારવાડી) હાલ રહે. મકાન નં ૨૧૩ ક્રીષ્ના એસ્ટેટ
ને.હા.નં૪૮ ઉપર ઝાડેશ્વર ચોકડી ભરૂચ મુળ રહે. ગીતોરીયા મેરડાખાલસા થાના-ચારભુજા
તા.કુંબલગઢ જી.રાજસમન્દ (રાજસ્થાન)ને ગુનામાં વપરાયેલ ટેમ્પો સાથે ઝડપી પાડી તમામ
વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી”: ડીવી
પો.સ્ટે.માં સોપવામાં આવેલ હતા.