પાલેજ : સામલોદ વચ્ચે આવેલી જ્યોતિ ફોર સાઇટ પરથી દસ જેટલા ઇસમો પાઇપોની લૂંટ ચલાવી થયા ફરાર

New Update
પાલેજ : સામલોદ વચ્ચે આવેલી જ્યોતિ ફોર સાઇટ પરથી દસ જેટલા ઇસમો પાઇપોની લૂંટ ચલાવી થયા ફરાર

ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલા બંબુસર - સામલોદ ગામ વચ્ચે આવેલી જ્યોતિ ફોર સાઇટ પર દસ જેટલા ઇસમોએ બે વોચમેનને બંધક બનાવી આઠ નંગ પાઇપોની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રિના ભરૂચ તાલુકાના બંબુસર - સમલોદ ગામ વચ્ચે અાવેલી જ્યોતિ ફોર નામની સાઇટ પર વોચમેન તરીકે સર્વિસ કરતા રાજેશ ગલસંગભાઇ પાટણવાડિયા તથા જીતેન્દ્ર શાંતિલાલ પાટણવાડીયા નાઓને ચાર અજાણ્યા ઈસમોએ લાકડીઓ સાથે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી બંધક બનાવી અન્ય દસ જેટલા અજાણ્યા ઈસમો આઈસર ટેમ્પોમાં આવી જગ્યામાં મૂકેલા લોખંડની ત્રણ મીટર લાંબી વજનદાર પાઇપો આશરે આઠ નંગ કુલ કિંમત રૂપિયા ૫૬,૦૦૦ ના લોખંડની પાઇપો આઇસર ટેમ્પોમાં ચઢાવી દઇ લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે નયનભાઇ ગયા પ્રસાદ તિવારી રહે ભરૂચ નાઓએ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Latest Stories