પિતાનું સપનું પૂરું કરવા માટે કેન્સરને પણ માત આપી એ છે યુવરાજ સિંઘ

New Update
પિતાનું સપનું પૂરું કરવા માટે કેન્સરને પણ માત આપી એ છે યુવરાજ સિંઘ

યુવરાજ સિંઘે પોતાના કાર્યકાળમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે, ક્યારેક ઇંગ્લેન્ડ ના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા તો ક્યારેક કેન્સરની પીડા. પોતાના પિતાનું સપનું પોતે પૂરું કર્યું છે એટલું કહીને 10 જૂન 2019 ના દિને ક્રિકેટના દરેક ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરી. વર્ષ 2000માં કેન્યા વિરુદ્ધ નૈરોબી વનડેથી પોતાનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરૂઆત કરનારા યુવરાજ સિંઘે ભારત માટે 40 ટેસ્ટ 304 વનડે અને 58 ટી20 મુકાબલા રમ્યા.

યુવરાજ સિંઘે 2007માં ડરબનમાં રમાયેલી ટી-20 વર્લ્ડકપ મેચમાં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડને 6 બોલમાં 6 સિક્સર ફટકારી ઇતિહાસ રચ્યો હતો. યુવરાજે 2011 વિશ્વકપની 9 મેચોમાં 362 રન બનાવવા ઉપરાંત 15 વિકેટ પણ લીધી અને મેન ઓફ ધ સીરિઝ બન્યા. ભારતીય ટીમમાં યુવરાજ સાથે પોતાનુ કેરિયર શરૂ કરનારા મોટાભાગના ખેલાડી પહેલા જ સંન્યાસ લઈ ચુક્યા હતા. ટેસ્ટમાં યુવરાજના નામે 3 સદીઓ અને 11 હાફ સેંચુરીની મદદથી કુલ 1900 રન નોંધાવ્યા. વનડેમાં તેમણે 14 સદી અને 52 હાફ સેંચુરી સાથે 8701 રન બનાવ્યા. બીજી બાજુ ટી20માં 58 મેચમાં 8 હાફ સેંચુરીની મદદ 1177 રન બનાવ્યા. ટેસ્ટમાં યુવરાજનો સર્વોચ્ચ સ્કોર 169 વનડેમાં 150 અને ટી20માં 77નો છે. ડાબા હાથથી સ્પિન બોલિંગ કરનારા યુવરાજ સિંઘે ટેસ્ટ ક્રિકેટમાં 9, વનડેમાં 111 અને ટી 20માં 28 વિકેટ લીધી હતી.

Latest Stories