/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/badminton-ind-open_0d465b4e-17b2-11e7-9d7a-cd3db232b835.jpg)
ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી વી સિંધુએ અહીં રમાયેલી ઇન્ડિયા ઓપન બેડમિન્ટનની ફાઇનલમાં સ્પેનની કેરોલિના મરિનને 21 - 19, 21 - 16 થી પરાજય આપી ટાઇટલ જીતી લીધુ હતુ, સિંધુ પ્રથમ વખત જ ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં પહોંચી હતી, અને ટાઇટલ જીતવામાં સફળતા મળી હતી.
ફાઇનલ મુકાબલાના પ્રથમ સેટમાં સિધુએ પોતાના ઈરાદા જાહેર કરતા 6 ની લીડ મેળવી લીધી હતી.પરંતુ મરિને પણ મેચમાં પરત ફરતા સતત ત્રણ પોઇન્ટ મેળવી લીડ ઘટાડી હતી, તે પછી સિંધુ અને મરિન એક એક પોઇન્ટ માટે જોરદાર સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ સિધુએ સતત લીડ જાળવી રાખી 16- 14 થી આગળ રહી હતી, તે પછી મરીને સતત બે પોઇન્ટ મેળવતા બંને ખેલાડીઓ 16 -16 ની બરાબરી પર પહોંચી ગઈ હતી, બંને ખેલાડીઓ મેચ જીતવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા હતા, જેના કારણે 19- 19 ની બરાબરી પર પહોંચી ગયા હતા, અહીંથી સિધુએ સતત બે પોઇન્ટ મેળવી ને 21 -19 થી પોતાના નામે કર્યો હતો, અને બીજા સેટમાં 21 - 16 થી જીતી ટાઇટલ પોતાના નામે કર્યો હતુ.