/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-2-7.jpg)
રિયો ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચવા માટે ભારતની બેંડમિન્ટન ખેલાડી પી.વી.સિન્ધુએ વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી વાંગ યિહાનને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.
મંગળવારે હૈદરાબાદની 21 વર્ષિય ખેલાડીએ પી.વી.સિન્ધુએ 54 મિનિટની રમતમાં વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી યિહાનને 22-2-, 21-19થી માત આપી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/unnamed-3-7.jpg)
છેલ્લા ચાર તબક્કામાં સિન્ધુની ટક્કર વિશ્વમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતી જાપાનની નોઝોમી ઓકુહારા સામે થશે. મંગળવારે પોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરનાર સિન્ધુએ જણાવ્યું હતું કે તેણે ક્વાર્ટર ફાઇનલમાં જીતવા માટે જેટલો પ્રયત્ન કર્યો છે તેટલો જ પ્રયત્ન તે સેમિફાઇનલ મેચ માટે પણ કરશે. તેમજ ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેચમાં ફાઇનલમાં પહોંચીને એક ઐતિહાસિક રેકોર્ડ કરશે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે મારા જીવનની આ શ્રેષ્ઠ ગેમ હતી. આ અગાઉ પણ હું વાંગ યિહાન સામે રમી છું પરંતુ આ વખતની રમત તે બધામાં સૌથી બેસ્ટ હતી. આવી જ શ્રેષ્ઠ ગેમ હું સેમિ ફાઇનલમાં પણ રમવાનો પ્રયત્ન કરીશ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/unnamed-1-9.jpg)