/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/Tamannaah-Bhatia-and-modi.jpg)
બેટી બચાવો, બેટી પઢાવો કેમ્પઈન પર આધારિત ફિલ્મ એબીસી માટે પીએમ નરેન્દ્ર મોદી ખુદ વોઈસ ઓવર કરશે. ફિલ્મમાં મ્યૂઝિક આપવાનું કામ મહારાષ્ટ્રનાં સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ કરશે. આ ઉપરાંત ફિલ્મમાં ચિરંજીવી, સુનિલ શેટ્ટી, શ્રી શ્રી રવિશંકર, કિરણ બેદી અને અમિતાભ બચ્ચન જેવા સિતારાઓ પણ મહેમાન કલાકાર તરીકે નજર આવશે.
આ ફિલ્મ એન્ટી કરપ્શન અને ક્રાઈમ કન્ટ્રોલ કમિટી તથા ગ્રેવિટી ગૃપ મળીને બનાવી રહ્યું છે. 2 કલાક લાંબી આ ફિલ્મને આવતા વર્ષે જાન્યુઆરીમાં થનારા જર્મન અને ફ્રેન્ચ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર શેંડગે કરશે. આ ફિલ્મ કુલ 14 ભાષાઓમાં ડબ કરવામાં આવશે. જ્યારે આ ફિલ્મને દેશની તમામ સ્કૂલોમાં બતાવવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
બાળ કલાકાર સની પવાર, જેમણે ઓસ્કાર નોમિનેશન ફિલ્મ સિંહ માટે કામ કર્યું હતું, તે તમન્ના ભાટિયા સાથે કામ કરશે.