પીએમ મોદીનાં સ્વચ્છતા અભિયાનમાં અભિનેતા રજનીકાંત અને ફિલ્મ મેકર રાજામૌલી જોડાયા 

New Update
પીએમ મોદીનાં સ્વચ્છતા અભિયાનમાં અભિનેતા રજનીકાંત અને ફિલ્મ મેકર રાજામૌલી જોડાયા 

અભિનેતા રજનીકાંત અને ફિલ્મ મેકર એસ એસ રાજામૌલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા છે.

ટ્વિટર પર રજનીકાંતે ટ્વિટ કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવા મિશનને મારો સંપૂર્ણ ટેકો છે. આ મિશનને સફળ બનાવવા મારાથી બનતા તમામ પ્રયાસ હું કરીશ. સ્વચ્છતા એ જ દેવભકિત છે.

આ કાર્યમાં રાજામૌલીએ પણ રજનીકાંતનો સાથ આપીને આ મિશનમાં જોડાઈને સ્વચ્છતા અભિયાનને સમર્થન આપ્યુ હતુ.

Latest Stories