New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/02-6.jpg)
પુણેમાં શુક્રવાર મોડી રાત્રે ભીષણ દુર્ઘટના બની. કદમ વકવસ્તી ગામની પાસે પુણે-શોલાપુર હાઈવે પર એક કાર અને ટ્રક સામ-સામે ટકરાઈ ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સવાર ૯ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવી મોતને ભેટ્યા હતા.
આદુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ મૃતકોના શબોને સ્થાનિક લોકોની મદદથી કારથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા. પોલીસે જણાવ્યું કે તમામ મૃતક પુણેના યાવત ગામના રહેવાસી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, શુક્રવાર રાત્રે લગભગ એક વાગ્યે કાર શોલાપુર તરફ જઈ રહેલી કારની ઝડપ ખૂબ જ વધારે હતી. આ દરમિયાન અચાનક કાર લહેરાવા લાગી અને ચાલકનું તેની પર નિયંત્રણ ન રહ્યું. ત્યારબાદ તે ડિવાઇડર પાર કરી પુણેની તરફ જઈ રહેલી એક ટ્રકમાં ઘૂસી ગઈ.
Latest Stories