New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/DSWU_0uVoAAvFoa.jpg)
જમ્મુ-કાશ્મીરનાં પુલવામા માં CRPFનાં ટ્રેનિંગ સેન્ટરમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં બે જવાનો ઘાયલ થયા છે અને એક શહીદ થયો છે. રાતે લગભગ 2 વાગે આતંકીઓએ ટ્રેનિંગ સેન્ટર પર ફાયરિંગ શરુ કર્યુ હતુ. આ હુમલામાં 3 જવાનો ઈજાગ્રસ્ત હતા જે માંથી એકનુ મોત થયુ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/DSWUI4AV4AAMauE-1024x576.jpg)
આતંકવાદીઓએ પહેલા હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને પછી ફાયરિંગ શરુ કર્યુ હતુ. 2 થી 3 આતંકવાદીઓ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. CRPFનાં 185માં બટાલિયન કેમ્પ પર હુમલો કર્યો છે. અન્ય કેમ્પ પર પણ આ પ્રકારના હુમલાની શક્યતાઓ છે. ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
Latest Stories