પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘને સીએમ રૃપાણીનાં સણસણતા સવાલ

New Update
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘને સીએમ રૃપાણીનાં સણસણતા સવાલ

દેશનાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ તારીખ 7મીએ ગુજરાત રાજ્યનાં પ્રવશે આવ્યા છે. ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે GST થી લઇ નોટબંધી અને નર્મદા ડેમ અંગે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

આ તમામ બાબતે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી મનમોહન સિંઘ પર વળતા પ્રહારો કર્યા હતા. સીએમ વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે હું ગુજરાતની જનતાવતી કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું, જેના જવાબ મનમોહન સિંઘ પોતાનાં ગુજરાત પ્રવાસ દરમિયાન જ આપે.

  1. આપની સરકાર ભ્રષ્ટ સરકાર સાબીતથઈ છે. દેશનાંપૈસા ખવાય ગયા, ઘણા મંત્રી જેલમાં પણ ગયા, એ સમયે આપ કેમ કદી નથી બોલ્યા.
  2. કોલસા કૌભાંડમાંઆપે શા માટે હજુ સુધી મૌન ધારણ કર્યું છે.
  3. 2006 થી 2012 સુધી હું સાંસદ હતો ત્યારે અનેક વખત હું ડેમ અને પાણી પ્રશ્નને લઇ મળ્યો હતો. આપે શા માટે ગુજરાતની પ્રજાને ધ્યાનમાં લઈ હકારાત્મક નિર્ણય ન કર્યા.
  4. આપ અર્થ શાસ્ત્રી છો તો શા માટે દાળનાંભાવ 170 થી 180 ભાવ થયો હતો. શા માટે GDP આપના કાળમાં ઘટ્યો હતો.
  5. શા માટે આપનાંકાર્યકાળમાંખેડૂતોનાં આપઘાત વધુ થયા હતા.

GSTમાં રાજનીતિ થાય અને આપ GST અંગે રાજનીતિ કરવા ગુજરાત આવ્યા એના બદલે જવાબ આપો આશા છે કે કંઈક જવાબ આપશો નહીં તો આપનું નામ મૌન જ છે.

Latest Stories