પેટ્રોલ-ડિઝલ બાદ રાંધણ ગેસમાં સરકારની આગપંચી, સિલિન્ડર દીઠ રૂ. 50નો ભડકો

સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનાં ભાવમાં વધારો 
New Update

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયા બાદ હવે પૈસામાં નજીવો ઘટાડો દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રજાની નારાજગીનો ભોગ બનેલી સરકારે હવે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ ભડકો કર્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સબસિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂપિયા ૫૦ સુધીના ભાવ વધારી દેવાયા છે. તો સબસિડી સાથેના સિલિન્ડર પર રૂપિયા બેનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારે આધાર કાર્ડ સાથે રાંધણ ગેસની સબસિડીને જોડી દીધા પછી મોટાભાગના લોકોને સબસિડી વિનાનો સિલિન્ડર લેવો પડે છે.

આ ભાવ વધારાથી એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં રૂપિયા ૬૯૮.૫૦, મુંબઈમાં રૂપિયા ૬૭૧.૫૦, કોલકાતામાં રૂપિયા ૭૨૩.૫૦ એન ચેન્નઈમાં રૂપિયા ૭૧૨.૫૦ પર પહોંચી જશે. આ તમામ ભાવવધારો ૧૪.૨ કિલોગ્રામ વજનના સિલિન્ડરમાં લાગુ થશે તેમ ઈન્ડિયન ઓઈલ કંપનીએ કહ્યું છે. આ ભાવ વધારો 1 જૂનથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.સબસિડી વાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં બે રૂપિયાનો વધારો થયો છે જેમાં ટેક્સનો ઉમેરો કરતાં દિલ્હીમાં તે રૂપિયા ૨.૩૪, કોલકાતામાં રૂપિયા ૨.૪૨, મુંબઈમાં રૂપિયા ૨.૩૭ અને ચેન્નઈમાં રૂપિયા ૨.૪૨ જેટલો મોંઘો થશે. સબસિડી વિનાના સિલિન્ડર પર દિલ્હીમાં રૂપિયા ૪૮, કોલકાતામાં રૂપિયા ૪૯.૫૦, મુંબઈમાં રૂપિયા ૪૮.૫૦ અને ચેન્નઈમાં રૂપિયા ૪૯.૫૦નો વધારો થશે.

આ સાથે જ ઓઈલ કંપનીઓએ જેટ ફ્યુઅલના ભાવમાં સાત ટકાનો વધારો ઝીંક્યો છે જેના કારણે હવેથી વિમાન મુસાફરી મોંઘી બની શકે છે. જેટ ફ્યૂઅલનો આ વધારો ચાર વર્ષનો સૌથી મોટો વધારો છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ(ATF)માં પ્રતિકિલોમીટર રૂપિયા ૪,૬૮૮ સુધીનો વધારો કરાયો છે. કંપનીઓએ કેરોસીનના ભાવમાં ૨૬ પૈસા વધાર્યા છે. સબસિડી નાબૂદ કરવાની નેમ સાથે સરકાર દર મહિને આ વધારો કરી રહી છે. દિલ્હીને કેરોસીન ફ્રી સિટી જાહેર કરાયું છે પણ મુંબઈમાં હવેથી કેરોસીન પ્રતિ લિટર રૂપિયા ૨૫.૦૩ને બદલે રૂપિયા ૨૪.૭૭માં વેચાશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article