પેઢાના રોગોથી બ્રેસ્ટ્-કેન્સનરનું જોખમ વધે

New Update
પેઢાના રોગોથી બ્રેસ્ટ્-કેન્સનરનું જોખમ વધે

મોનોપોઝ પછી જો મહિલાઓને અવાળુ ફુલી જવાની, પેઢા માંથી લોહી નીકળવાની તેમજ સડાને કારણે પેઢામાં દુખાવાની સમસ્‍યા રહેતી હોય તો તેમને બ્રેસ્‍ટ-કેન્‍સર થવાની શક્‍યતા વધી જાય છે.

પેઢામાં સોજો, લાલાશ, સડો જેવી અન્‍ડરકરન્‍ટ સમસ્‍યા ચાલ્‍યા કરતી હોય છે જેની મોટા ભાગે તરત સારવાર કરવામાં નથી આવતી. સાયન્‍ટિસ્‍ટોનું કહેવું છે કે પેઢામાં સડો પેદા કરતા બેકટેરિયા બહુ સરળતાથી લોહીમાં ભળી જાય છે અને બ્રેસ્‍ટ-ટિશ્‍યુઝને અસર કરે છે.

પેઢાના રોગોને કારણે હાર્ટ-ડિસીઝ, સ્‍ટ્રોક અને ડાયાબિટીઝ થવાનું જોખમ પણ વધે છે. આ પહેલાના અભ્‍યાસોમાં પેઢાના સ્‍વાસ્‍થ્‍યની સાથે મોં, માથા-ગળા, ફેફસા, પેન્‍ક્રિયાઝના કેન્‍સરનું જોખમ પણ સંકળાયેલુ હોવાનું નોંધાયુ હતુ.

Latest Stories