પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાથી મર્દાનગીને શું થાય અસર ?

પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાથી મર્દાનગીને શું થાય અસર ?
New Update

મોટાભાગના લોકો પોતાના સ્માર્ટફોનને પેન્ટના ખિસ્સામાં રાખવાનું પસંદ કરે છે. આ આરામદાયક અને સરળ છે અને સૌથી મોટી વાત એ છે કે તેનાથી થનારું નુકસાન કોઈને દેખાતું પણ નથી. પરંતુ હાલમાં જ એક વૈજ્ઞાનિક અભ્યાસમાં સાબિત થયું છે કે પેન્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાથી મર્દાનગી માટે જોખમી છે. પુરુષોના પ્રાઈવેટ પાર્ટની નજીક રાખવામાં આવેલ ફોન થી કેટલીક આડ અસર થાય છે. રેડિએસન પર કરવામાં આવેલ 21 રિસર્ચ પેપર્સના રિવ્યૂ કરવા પર વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, લાંબા સમય સુધી આમ કરવાથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે. ત્યાં સુધી કે રેડિએશનના મારથી જે સ્પર્મ બચી જાય છે તેના ડીએનએ ડેમેજ થઈ જાય છે.

આ શારીરિક પ્રતિક્રિયા પર ડિબેટ ઘણાં સમયથી ચાલી રહી હતી કારણ કે વૈજ્ઞાનિકો અત્યાર સુધી એ જણાવવામાં સક્ષમ ન હતા કે ફોનના રેડિએશનની શરીર પર નકારાત્મક અસર કેવી રીતે પડે છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની ન્યૂકેસલ યૂનિવર્સિટીએ આ વાતને પોતાના સંશોધન થકી સાબિત કરી દીધી છે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, રેડિયોફ્રિક્વેન્સી ઇન્ડયૂસ્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનથી મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનને નુકસાન પહોંચે છે. તેમાં મેલ સ્પર્મની મોબિલિટી અને અવેલિબિલિટી બન્નેને અસર થાય છે.

#લેખ
Here are a few more articles:
Read the Next Article