પોરબંદરમાં ધાર્મિક પદયાત્રામાં યુવતીની છેડતીની અફવાહ

New Update
પોરબંદરમાં ધાર્મિક પદયાત્રામાં યુવતીની છેડતીની અફવાહ

પોરબંદરમાં અધિક માસને લઇને આજે રાતના દેવ મંદિરોમાં દર્શન કરવા નીકળેલા ખારવા સમાજ ટોળા અને પોલીસ વચ્ચે ભારે પથ્થર મારો થયો હતો, જેમાં બે પોલીસ કર્મીને ઈજા થઈ હતી. પોલીસે ટોળાને વિખેરવા ૨૧ સેલ ટીયર ગેસના છોડવાની ફરજ પડી હતી. ટોળાએ એક પોલીસની બોલેરો જીપમાં તોડફોડ કરી હતી તો કેટલાક બાઈક પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

આજે પોરબંદરમાં અધીક માસ દરમિયાન આજના દિવસનું વધારે મહત્વ હોવાથી ખારવા સમાજના લોકો ધૂન ભજન મંડળી સાથે પૌરાણિક પ્રથા મુજબ જુના દેવ મંદિરોમાં રાત્રીનાં દર્શન કરવા નીકળ્યા હતા જે દરમિયાન કોઈ ટીખળી ટોળકીએ તોફાન કર્યું હતું અને વાત વાયુ વેગે પ્રસરી જતા તોફાની તત્વોએ ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ પર પણ પથ્થરમારો શરુ કરી દીધો હતો.આ ઘટના અંગે ઇન્ચાર્જ એસ.પી સંજય ખરાટે જણાવ્યું હતું કે, પોરબંદરમાં આજે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન આવેલ સાડા ત્રણ ચાર હાજર લોકો ભેગા થયાની વાત મળતા તે બાદમાં પોલીસ બંદર રોડ પર તોફાની તોળાને કાબુ કરવા ગયેલ ત્યારે ટોળાએ સામે પથ્થર મારો કરતા બે પોલીસકર્મી ઘાયલ થયેલ છે જે સારવાર હેઠળ છે. ટોળા એ પોલીસના વાહનોમાં તોડફોડ કરી છે ટોળાને વિખેરવા 10 થી વધુ ટીયર ગેસના સેલ છોડેલ છે પોલીસે શાંતિ પૂર્વક કામગીરી કરી છે.

ગત રાત્રી ના કેટલાક તોફાની તત્વો એ એવી અફવા ફેલાવી હતી કે હિન્દુ યુવતીની છેડતી કરવામાં આવી રહી છે જેને લઈને મામલો બીચકી ગયો હતો અને ટોળામાં ફેરવાઈ ગયેલા ટોળામાં લગભગ ૧૧ વાગ્યા થી ૧ વાગ્યા સુધી હંગામો મચાવ્યો હતો. જોકે યુવતીની છેડતી થયેલી છે ? કોને કરી ? ક્યારેય કરી ? કોઈ નઝરે જોનાર ? જેવા અનેક સવાલો વચ્ચે પોલીસ અને ખારવા સમાજના યુવાનો વચ્ચે ભારે તંગદીલી સર્જાય ગઈ હતી. જોકે પોલીસે પણ કોઈ નિર્દોષ સમગ્ર ઘટનામાં દંડાઈ ના જાય તેની કાળજી લીધી હતી અને ટોળા સામે ફરજમાં રુકાવટ, રાયોટીંગ અને સરકારી વાહનોમાં તોડફોડ અંગેનો ગુન્હો નોંધવાની શરૂઆત કરી છે.

Latest Stories