પોલીસ અધિકારીઓ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ

New Update
પોલીસ અધિકારીઓ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ

આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેક્નોલોજીની પાછળ ગાંડા થઈ અને કોંક્રિટના જંગલો ઉભા કરી રહ્યું છે. ત્યારે તેની સાથે સાથે ગ્લોબલવોર્મિંગ પણ એટલું જ વધી રહ્યું છે. જેના કારણે ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. જે વિશ્વની એક મોટી સમસ્યા બની રહી છે. ત્યારે વિવેકાનંદ નગર પો.સ્ટેશન દ્વારા પોલીસના કાર્ય તેમજ ઈદ ના બંદોબસ્ત ના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે 151 વૃક્ષ વાવવામાં આવ્યા હતા.

અમદાવાદનાં વિવેકનનાદ પીલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ અને કર્મીઓ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે 151 વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા તથા તેનું જતન કરવા માટેનો પણ સંકલ્પ લેવામાં આવ્યો આવ્યો હતો ત્યારે રેન્જ આઈ જી શ્રી એ.કે.જાડેજા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આર.વી. અસારી તથા સાણંદ ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ વિવેકાનંદનગર પી.એસ.આઇ. આર.બી. રાણા, એસ. વી. બારીયા તથા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ દ્વારા 151 વૃક્ષનું વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી સાથે તમામ વૃક્ષોને યોગ્ય ઉછેર કરવા માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો અને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ના ૫૧ પોલીસ કર્મચારીએ વ્યક્તિ દીઠ 3 વૃક્ષને ઉછેર કરવાની જવાબદારી લઇ ને સરાહનીય કાર્ય કર્યું છે.

લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પણ કહી શકાય વિવેક નગર પોલીસ સ્ટેશન માત્ર કાયદાકીય કાર્યવાહી નહીં પરંતુ જનજાગૃતિ તેમજ પ્રજાલક્ષી કાર્ય કરવામાં હંમેશાં મોખરે રહી છે જેમાં હાલમાં હથીજણ રિંગ રોડ સર્કલ પર છેલ્લા 3 મહિના થી મિનરલ વોટર ની સેવા તેમજ ડાકોર પદયાત્રા વખતે લીંબુ શરબત ઠંડી છાશ અને પાણી ની સેવા પણ કરે છે.

Latest Stories