પ્રજાસત્તાક દિને હરિયાણા સરકાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ સ્ત્રીઓનું સન્માન કરાશે

New Update
પ્રજાસત્તાક દિને હરિયાણા સરકાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ સ્ત્રીઓનું સન્માન કરાશે

હરિયાણા સરકાર દ્વારા પ્રજાસત્તાક દિન પર દ્રષ્ટિની ખામી ધરાવતી છોકરીઓ અને મહિલાઓનું સન્માન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ગામો અને શહેરોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નબળી દ્રષ્ટિ ધરાવતી છોકરીઓ તેમજ મહિલાઓનો આમંત્રિત કરવામાં આવશે.

આ અંગેની એક નોટિસ મુખ્ય સચિવ દ્વારા રાજ્યના તમામ વિભાગીય કમિશનરો અને નાયબ કમિશનરોને મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત કોઈ કિસ્સામાં દ્રષ્ટિની ખામી ધરાવતી સ્ત્રી અથવા છોકરી ના હોય તો તે ગામ કે શહેરની નિવાસી મહિલા કે છોકરી જે 70 ટકા થી વધુ અપંગતા ધરાવતી હોય તેને મુખ્ય મહેમાન તરીકે સ્થાન આપવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

Latest Stories