પ્રથમ તબક્કાનાં મતદાનમાં મોક પોલનાં ડેટા ક્લિયર ન થતા 14મીએ છ બુથોનું ફેર મતદાન થશે

New Update
પ્રથમ તબક્કાનાં મતદાનમાં મોક પોલનાં ડેટા ક્લિયર ન થતા 14મીએ છ બુથોનું ફેર મતદાન થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાન બાદ છ બુથો પર મોક પોલનાં ડેટા ક્લિયર ન થતા ફરી મતદાન કરવા ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. આ બૂથો પર 14 ડિસેમ્બરે મતદાન થશે. આ છ બૂથો પર પ્રથમ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું પણ ચૂંટણી પંચને ફરિયાદ મળી હતી કે આ બૂથો પર કર્મચારીઓએ મતદાન પહેલા મોક પોલ વોટ ડેટાને હટાવ્યા વગર જ મતદાન શરૂ કરાવી દીધુ હતુ. પ્રથમ ચરણમાં 89 બેઠકો પર મતદાન થયું હતું, ત્રણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકનાં છ બૂથો પર ફરી મતદાન કરવામાં આવશે.

જે છ બૂથો પર ફરી મતદાન થવાનું છે તેમાં જામજોધપુરના ગુંદડા અને માનપૂર બૂથ, ગિર સોમનાથ જિલ્લાની ઉનાનાં બંધારડા અને ગંગડા બૂથ, ઉમરગામનાં ચાણોદ કોલોની બૂથ, નીઝરની ચોરવાડ બૂથ પર બીજા તબક્કાના મતદાન સાથે 14 ડિસેમ્બરે ફરી મતદાન કરવામાં આવશે. જ્યારે રાજ્યના ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

Latest Stories