પ્રભાસ પાટણનાં પોલીસ ઇન્સ્પેકટર મનિષ નકુમને રેન્જ આઈજીએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ

પ્રભાસ પાટણનાં પોલીસ ઇન્સ્પેકટર મનિષ નકુમને રેન્જ આઈજીએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ
New Update

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ પીઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ પ્રભાસ પાટણમાં ફરજ બજાવતા મનિષ નકુમને રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

કણાર્ટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા પંદર દિવસ પહેલા સોમનાથ દર્શને આવ્યા હતા. જેથી તા.21મીનાં રોજ કોમ્બીંગ કરતી વખતે એલસીબીએ 9 લાખ થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

publive-image

જે અંગે ફરજમાં બેદરકારી દાખવનાર પીઆઈ મનિષ નકુમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ તાજેતરમાં કણાર્ટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા સોમનાથ દર્શને આવ્યા હતા, તે દરમિયાન પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હતુ. ત્યારે પ્રભાસ પાટણ પાસેથી એલસીબીએ 9 લાખની કિંમતની 387 પેટી વિદેશી દારૂ સાથે શખ્સોને ઝડપી લીધા હતા.

જે અંગે રેન્જ આઈજી રાજકુમાર પાંડીયને પ્રભાસ પાટણનાં પીઆઈ એમ.બી.નકુમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે મનિષ નકુમ પોતે વિવાદિત અધિકારી તરીકેની છાપ ધરાવે છે. પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પહેલા તેઓ વડોદરા ખાતે ફરજ બજાવતા હતા. તે પહેલા તેઓ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનનાં પીઆઈ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ પણ રહી ચુક્યા છે. જે તે સમયે વિવાદોની અંદર તેમનુ નામ આવતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તેમને ક્રાઈમ બ્રાન્ચ માંથી હટાવી પ્ર.નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપ્યો હતો.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article