પ્રાથમિક ધોરણોમાં નાપાસ નહીં કરવાની નીતિ ૨૦૧૯થી દૂર કરાશે

પ્રાથમિક ધોરણોમાં નાપાસ નહીં કરવાની નીતિ ૨૦૧૯થી દૂર કરાશે
New Update

કેન્દ્ર સરકારે મંત્રીએ પ્રાયમરી સ્કૂલોમાં નો ડિટેશન્શન પોલીસી દૂર કરવાનુ સ્પષ્ટ કરી દીધુ છે ત્યારે ગુજરાતમાં પણ ૨૦૧૯થી પ્રાયમરીમાં નો ડિટેન્શન પોલીસી દૂર કરાશે અને ધોે.૮-૯ના વિદ્યાર્થીઓને ઓછા માર્કસ માટે નાપાસ કરવાનું શરૃ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ ૨૦૦૯ કાયદો લાગુ કરાયા બાદ આ કાયદા હેઠળ ધો.૧થી૮ના ધોરણોમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામા આવતા નથી અને ફરજીયાત આગળના ધોરણમાં મોકલી દેવાય છે.

આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા બે વર્ષથી કેન્દ્ર સરકારને નો ડિન્ટેશન પોલીસી ગુજરાત માટે રદ કરવાની મંજૂરી આપવા રજૂઆત કરાઈ હતી.ગુજરાત સરકારે ધો.૩,૫ અને ૮માં પાસ-નાપાસ કરવાની સીસ્ટમ લાગુ કરવા અને અગાઉની જેમ ઓછા માર્કસ આવે તો આ ત્રણેય ધોરણોમા નાપાસ કરવા નિર્ણય કર્યો હતો.

પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હાલ માત્ર ધો.૫ અને ૮માં નાપાસ કરવા માટેની મંજૂરી આપવા નિર્ણય કરાયો છે અને તમામ રાજ્યો પાસેથી સહમતી લેવામા આવી છે અને જેમાં ગુજરાત સહિત ૨૫ રાજ્યોએ સહમતી આપી પણ દીધી છે.ગુજરાતમાં પણ ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષથી ધો.૫ અને ૮માંથી નો ડિન્ટેશન પોલીસી રદ કરી દેવાશે અને પાસ-નાપાસની સીસ્ટમ લાગુ કરાશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article