પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક અને હવે ડિજીટલ મીડિયાનો ઉદય

પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક અને હવે ડિજીટલ મીડિયાનો ઉદય
New Update

ભારતમાં 50 વર્ષથી પ્રેસની સ્વતંત્રતા અને રક્ષા તથા પત્રકારિતાના આદર્શો જીવંત રાખવાના ઉદ્દશ્ય સાથે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી 16મી નવેમ્બરે કરવામાં આવે છે.

દેશમાં આઝાદીની ચળવળમાં પ્રિન્ટ મીડિયાનું પણ અગત્યનું મહત્વ રહ્યુ હતુ. પ્રેસ આયોગ પ્રેસના આદર્શોને ધબકતા રાખવા માટે 4 જુલાઈ 1966 ના રોજ ભારતમાં પ્રેસ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે 16 નવેમ્બર 1966 ના રોજ આ પરિષદે પોતાના કાર્યભારનો વિધિવત પ્રારંભ કર્યો હતો. ત્યાર થી દર વર્ષે રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવા માં આવે છે.

એક સમયે પ્રિન્ટ મીડિયા થકી દેશ દુનિયામાં બનતી ઘટનાઓ ની રસપ્રદ માહિતીઓ લોકો મેળવતા હતા, અને સમય ની સાથે સાથે ઇલેક્ટ્રોનિક, અને હવે ડિજીટલ મીડિયાની પણ બોલબાલા જોવા મળી રહી છે. જેના થકી લોકો સુધી સુચનાત્મક, શિક્ષાપ્રદ અને મનોરંજન ને લગતી માહિતી સરળતા થી પહોંચાડવામાં આવે છે.

ડિજીટલ યુગમાં પ્રેસનો વ્યાપ વધતા હવે સેકન્ડોમાં વિશ્વભરની માહિતીઓ વાયરલ બની જાય છે. પરંતુ ઘણાખરા ઉતાવળા પગલે તેની ખરાઈ કર્યા વગર જ તેની આપલે કરતા હોય છે ત્યારે આવી ફોરવર્ડ અને કોપી પેસ્ટ સામે પ્રેસ ના આદર્શોનું સ્તર નીચુ ન જાય અને પત્રકારિતા પર લોકો નો વિશ્વાસ રહે તે માટે રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવામાં આવે છે.

#લેખ
Here are a few more articles:
Read the Next Article