પ્રિયંકા ચોપરા માધુરી દીક્ષિતના જીવન પર કોમેડી સિરીઝ રજૂ કરશે

New Update
પ્રિયંકા ચોપરા માધુરી દીક્ષિતના જીવન પર કોમેડી સિરીઝ રજૂ કરશે

બોલીવુડ ફિલ્મ જગતમાં નિર્માત્રી તરીકે પોતાની કારકિર્દી શરૂ કર્યા બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં હવે નિર્માત્રી તરીકે કારકિર્દી બનાવવા સજ્જ થઇ રહી છે. હોલિવૂડમાં કોમેડી સિરીઝ બનાવવા ઉત્સુક દેશી ગર્લે અભિનેત્રી માધુરી દીક્ષિતના જીવનને જ કોમેડી સિરીઝ તરીકે બનાવવાની યોજના બનાવી છે. આ બંને ગોર્જિયસ દીવાએ આ અંગે વાતચીત કરી છે. ટૂંક સમયમાં પ્રિયંકા ચોપરા આ બાબતે સત્તાવાર જાહેરાત પણ કરવાની છે. અમેરિકન કોમેડી સિરીઝમાં માધુરી દીક્ષિતની રસપ્રદ વાતો તેમ જ શ્રીરામ નેને સાથેની તેની મુલાકાતનો પણ ઉલ્લેખ કરાશે.

અમેરિકામાં સ્થાયી થયા બાદ માધુરી દીક્ષિતે હવે ભારતમાં જ કમબેક કરી સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે. આ શોની સ્ક્રિપ્ટ જનરલ હોસ્પિટલ : નાઇટ શિફટ લખનાર લેખક શ્રી રાવ લખશે. એબીસી સ્ટુડિયો સિરીઝનું સહનિર્માણ કરશે.

Latest Stories