/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/27100211/bvb.jpg)
દેવેન્દ્ર ફડણવીસની પત્નીએ ભાવનાત્મક ટ્વીટ કર્યું હતું. ફડણવીસની પત્નીનું આ ટ્વિટ ત્યારે આવ્યું છે જ્યારે તેમના પતિએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ટ્વીટમાં ગઝલની લાઇનોનો ઉલ્લેખ કરતાં અમૃતા ફડણવીસે લખ્યું છે કે, पलट के आऊंगी शाखों पे खुशबुएं लेकर, खिजा की जद में हूं मौसम ज़रा बदलने दे બતાવી દઈએ અમૃતા ફડણવીસ પોતે ગાયિકા પણ રહી છે.
અમૃતા ફડણવીસે હિન્દી અને અંગ્રેજીમાં કરેલા ટ્વિટમાં કહ્યું હતું! આ યાદગાર પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રનો આભાર ... તમે મને જે પ્રેમ આપ્યો છે તેનાથી આ દિવસોને હું વારંવાર યાદ કરીશ. મેં મારી યોગ્યતા મુજબ ભૂમિકા નિભાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, આ સમય દરમિયાન મારી એક જ ઇચ્છા હતી કે હું સકારાત્મક પરિવર્તન લાવી શકું. " અમૃતા ફડણવીસ તેની ગાયકી અને તેના શો માટે ખૂબ જાણીતી છે. તેઓ ઘણીવાર જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળે છે.
અમૃતા ફડણવીસે જે પંક્તિઓ ટ્વીટ કરી છે તે ગઝલની પંક્તિઓ છે. આ ગઝલની આગળની પંક્તિઓ નીચે મુજબ છે. "वही रूतबा वही जलाल होगा फिर से...अभी बुरा वक्त है इसको जरा गुजरने दो..."