ફેસબુક ઉપર ફેક આઈડી બનાવી મહિલાને બ્લેક મેઈલ કરતો શખ્સ ઝડપાયો, સંબંધ બાંધવા કરતો દબાણ  

New Update
ફેસબુક ઉપર ફેક આઈડી બનાવી મહિલાને બ્લેક મેઈલ કરતો શખ્સ ઝડપાયો, સંબંધ બાંધવા કરતો દબાણ  

ફેક ફેસબુક આઈ.ડી. બનાવી સબંધ બાંધવાના ઈરાદે મહિલાના ફેક ફોટ અપલોડ કરવાની ધમકી આપતા શખ્સ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. આરોપીને દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા ખાતેથી શોધી કાઢ્યો હતો.

publive-image

વડોદરા શહેરમા સાયબર ક્રાઈમના બનતા ગુના અટકાવવા અને નોંધાયેલ સાયબર ક્રાઈમના ગુનાઓને શોધી કાઢી આરોપીઓને શોધવાની જિલ્લા પોલીસે કામગીરી હાથ ધરી છે. ત્યારે મહિલાના નામનું ખોટું ફેસબુક આઈડી બનાવી તેનાં ફેક ફોટો અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપતો શખ્સ મહિલા સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જે સંદર્ભેની મહિલાએ વડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે સાઈબર સેલ ફેક ફેસબુક આઈ.ડી. બનાવનાર આરોપી દેવેન્દ્રકુમાર મોહનસિંહ ચામઠા રહે ખોખરા તા. ધાનપુર જી. દાહોદને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતાં તેમે ગુનાની કબુલાત કરતાં તેના વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન સાયબર સેલ ખાતે ગુનો રજીસ્ટર કરી અટકાયત કરવામાં આવી છે. હાલ તો તેને વડોદરા લાવી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories