બજેટમાં ખાદ્ય પદાર્થો પરનો ટેક્સ નાબૂદ કરવો જોઈએ વેપારી એસોશિએશન પ્રમુખ નાગજીભાઈ ગાંધી

New Update
બજેટમાં ખાદ્ય પદાર્થો પરનો ટેક્સ નાબૂદ કરવો જોઈએ વેપારી એસોશિએશન પ્રમુખ નાગજીભાઈ ગાંધી

કેન્દ્રીય બજેટ જયારે પણ જાહેર થવાનું હોય છે ત્યારે દરેક વર્ગ કંઈક રાહતની અપેક્ષાઓ રાખતા હોય છે, ત્યારે ભરૂચ વેપારી એસોશિએશનનાં પ્રમુખ નાગજીભાઈ ગાંધીએ બજેટમાં ખાદ્ય પદાર્થોનો ટેક્સ નાબૂદ થાય અને લોકોને રાહત પણ મળે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

નાગજીભાઈ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતુ કે બજેટમાં ખેડૂતોને જંતુનાશક દવાઓમાં રાહત મળે તે અંગે સરકારે જોગવાઈ કરવી જોઈએ,તેથી સસ્તી દવા ખેડૂતોને મળી રહે.વધુમાં ખાદ્ય પદાર્થોમાં ટેક્સ નાબૂદ કરવો જોઈએ જેથી નાનામાં નાના વર્ગનાં લોકો ઓછા ખર્ચમાં ભોજન કરી શકે.

Latest Stories