બનાસકાંઠા: ભોંયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં એક મકાનને નિશાન બનાવી કરાઇ અંદાજીત ૬ લાખ ઉપરાંતની ચોરી

બનાસકાંઠા: ભોંયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં એક મકાનને નિશાન બનાવી કરાઇ અંદાજીત ૬ લાખ ઉપરાંતની ચોરી
New Update

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિ ઓના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસાના ભોંયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સી માં ગત મોડી રાત્રી ના સમયમાં ચોરો એ એક મકાન ને નિશાન બનાવી અંદાજીત ૬ લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા .જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલિસે કરી છે.

ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃત સાગર રેસીડેન્સી માં રાત્રિના સમયે ચોરાએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

આ ચોરી ની ઘટના જોઈએ તો ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે આવેલ અમૃત સાગર રેસિડેન્સી માં નારણભાઇ વણજારા પોતાના પરિવાર સાથે ગત રાત્રી પોતાના મકાન ના ધાબા પર સુતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો નારણભાઇ ના મકાનની બારી તોડી મકાન માં પ્રવેશ કર્યો હતો.જે બાદ નારણભાઇ ના ઘરની અંદર બનાવેલ કબાટ માંથી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ સવા લાખ એમ કુલ મળીને અંદાજિત 6 લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા જે બાદ સવારે નારણભાઇ જ્યારે ઊડીને પોતાના ધાબા પરથી નીચે ઘરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમના મકાન માં ચોરી થઈ છે જે બાદ નારણભાઇ દ્વારા આ સમગ્ર ચોરી ની જાણ ડીસા તાલુકા પોલીસ મથકે કરતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર બનાવની તાપસ હાથ ધરી હતી.

Here are a few more articles:
Read the Next Article