બનાસકાંઠાના થરાદમાં કારચાલકનું અપહરણ બાદ ગાડી અને રોકડની લૂંટ કરીને ૩ આરોપીઓ ફરાર

New Update
કૌન બનેગા કરોડપતિ’માં લાખો રૂપિયા જીતેલા સુરતના ડોક્ટરના ઘરમાં ૫૦ લાખની ચોરી

બનાસકાંઠાના થરાદમાં ફરી એક વખત અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે જાણવા મળતી વિગત મુજબ થરાદના રાહ પાસે ગાડી અને રોકડ નાણાંની લૂંટ કરવામાં આવી હતી. ત્રણ શખ્સોએ પહેલા કાર ચાલકનું અપહરણ કર્યું હતું અને બાદમાં ગાડી અને રોકડ નાણાંની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આ સાથે યુવકને અકિલા ઢોરમાર પણ મારવામાં આવ્યો હતો. જેથી યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ત્રણેય શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આસાપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

Latest Stories