બાંગલાદેશ માટે વર્લ્ડ કપમાં જીવંત રહેવા માટે "કરો યા મરો" ની સ્થિતિ

New Update
બાંગલાદેશ માટે વર્લ્ડ કપમાં જીવંત રહેવા માટે "કરો યા મરો" ની સ્થિતિ

ભારતને લડત આપ્યા પછી અફઘાનિસ્તાન બાંગ્લાદેશ માટે મોટો અપસેટ સર્જી શકે છે.

વર્લ્ડકપ 2019ની 31મી મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બાંગ્લાદેશ વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં 5 પોઈન્ટ સાથે છટ્ઠા ક્રમે છે. જે પોતાની 6 મેચ માથી બે મેચ જીત્યું છે, ત્રણ હાર્યું અને એક મેચ રદ થઈ હતી. બાંગ્લાદેશ માટે વર્લ્ડ કપમાં જીવંત રેહવા માટે બાકીની 3 મેચ જીતવી જરૂરી છે તો એ 11 પોઈન્ટ સાથે ક્વોલિફાઇની નજીક આવી શકશે.

જયારે અફઘાનિસ્તાન 6 મેચ રમયું છે જેમાં એક પણ જીત મળી નથી જેથી ટૂર્નામેન્ટની બહાર થઇ ગયું છે. અફઘાનિસ્તાન ટીમ ભારત સામેની મેચમાં લડત આપી મેચને અંતિમ ઓવર સુધી લઈ ગઈ હતી, જેથી આજે બાંગ્લાદેશ સામે જીતનું ખાતું ખોલાવવા પ્રયાસ કરશે. બંને દેશ ના સ્પિનરો ટીમ માટે મહત્વનુ પાસુ છે, જે આ મેચને વધુ રોમાંચક બનાવી શકે છે.

Latest Stories