બાંગ્લાદેશને પછાડી ભારતે 208 રનથી શાનદાર વિજય મેળવ્યો

New Update
બાંગ્લાદેશને પછાડી ભારતે 208 રનથી શાનદાર વિજય મેળવ્યો

હૈદરાબાદ ખાતે રમાઈ રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારતે બાંગ્લાદેશને 208 રનથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો.

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ રમાઈ રહેલ આ 19 મી ટેસ્ટ મેચમાં ભારતના રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને ઇશાંત શર્મા ઝળક્યા હતા. જેઓએ અનુક્રમે 4, 4 ને 2 વિકેટ ઝડપી હતી.અને આ મેચની સાથે ભારતે સતત છઠ્ઠી ટેસ્ટ સિરીઝ જીતી લીધી હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ ટેસ્ટમાં ઘણા ક્રિકેટરોએ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા જેમ કે વિરાટ કોહલીનો 4 બેવડી સદીનો રેકોર્ડ તેમજ આર.અશ્વિનનો સૌથી ઝડપી 250 વિકેટ ઝડપવાનો રેકોર્ડ નોંધાયો હતો.

Latest Stories