બિટકોઈન કેસનો મામલોઃ આખરે નલિન કોટડિયા ભાગેડૂ જાહેર

New Update
બિટકોઈન કેસનો મામલોઃ આખરે નલિન કોટડિયા ભાગેડૂ જાહેર

30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો

કરોડોના બિટકોઈન કેસ મામલે આખરે કોર્ટે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કર્યા છે. અને તેમને 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જે અરજીને કોર્ટે મંજૂર રાખી હતી. હવે પછી કોટડિયાની મિલકત ટાંચમાં લેવા માટે પણ સીઆઈડી ક્રાઇમ કોર્ટમાં અરજી કરી શકે તેવા સંકેજો જોવા મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 176 બિટકોઇન પડાવી લેવાના કેસમાં નલિન કોટડિયા આરોપીને પણ આરોપી દર્શાવાયા છે. આ કેસમાં અગાઉ અમરેલીના એસપી જગદીશ પટેલ, પીઆઈ અનંત પટેલ સહિત પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. બિટકોઈન પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદ કરનાર બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધી છે. આ કેસમાં સીઆઈડી ક્રાઇમે શૈલેષ ભટ્ટના પૂર્વ ભાગીદાર કિરીટ પાલડીયાની પણ અગાઉ ધરપકડ કરી છે.