New Update
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને હવે મહાગઠબંધન બાદ એનડીએમાં પણ બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારને જણાવ્યું કે તેમની પાર્ટી જેડીયૂ 122 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાંથી સાત બેઠકો જીતનરામ માંઝીની પાર્ટી હમને આપવામાં આવશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 121 બેઠકો પર ચૂંટણી લડશે.
આ દરમિયાન આજે ભાજપ દ્વારા 121 બેઠકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી બાદની સ્થિતિને લઈ એક સવાલના જવાબમા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, નીતિશ કુમાર અમારા મુખ્યમંત્રી હશે તે અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ. કોઈપણ પાર્ટીને ચૂંટણીમાં ગમે તેટલી સીટ મળે અમને તેની કોઈ ફર્ક નહીં પડે.
Latest Stories