બિહારનાં  સિવાનમાં ટોળા ઉપર ટ્રેન ફરી વળતા 4નાં  મોત 1 ઘાયલ

બિહારનાં  સિવાનમાં ટોળા ઉપર ટ્રેન ફરી વળતા 4નાં  મોત 1 ઘાયલ
New Update

બિહારનાં સિવાન જિલ્લામાં કચહરી સ્ટેશન પાસે ધુમ્મસને કારણે 4 લોકો ટ્રેન નીચે કચડાઈ મર્યા હતા અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ ઘટના સિવાન જિલ્લાના ગોપાલગંજની છે, આ તમામ લોકો વહેલી સવારે મજાર ઉપરથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે ધુમ્મસને કારણે ટ્રેન દેખાઈ નહતી અને તમામ લોકો પાટા ઓળંગી રહ્યા હતા ત્યારે જ ટ્રેન તેમના ઉપર ફરી વળી હતી.

એકા એક બુમાબુમને કારણે આસપાસના લોકોને ખબર પડી હતી તુરંત જ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી તેમજ બચાવ કામગીરી પણ યુધ્ધના ધોરણે શરૂ કરાઈ હતી, પરંતુ ચાર લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા.જ્યારે એક બાળકની હાલત ગંભીર છે, તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ તમામ લોકો હસના ગામના રહેવાસી હતા અને વહેલી સવારે મજાર ઉપરથી પરત ફરી રહ્યા હતા. સરકારે મૃતકોના પરિવારજનોને રૂા. 4 લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article