બિહારની બક્સર સેન્ટ્રલ જેલ તોડીને પાંચ કેદી ફરાર 

New Update
બિહારની બક્સર સેન્ટ્રલ જેલ તોડીને પાંચ કેદી ફરાર 

બિહારની બક્સર સેન્ટ્રલ જેલ માંથી શનિવારના રોજ ખુંખાર 5 કેદીઓ ફરાર થઇ ગયા હતા.

આ ઘટના અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ રમન કુમારે જણાવ્યુ હતુ કે અંધકાર અને ગાઢ ધુમ્મસ નો લાભ લઈને કેદીઓ જેલમાંથી ભાગી છૂટ્યા હતા. આ સાથે જેલઅધિકારીઓને ઘટના સ્થળ પરથી લોખંડની પાઇપ , લાકડી અને ધોતી મળી આવ્યા હતા.

પોલીસ અધીક્ષકના જણાવ્યા અનુસાર ઉપેન્દ્ર શર્મા કે જે ભાગેલ છે તેમજ પ્રદીપ સિંહ, જે દોષિત અને મૃત્યુ સજા છે અને રાષ્ટ્રપતિ સાથે દયા અરજી બાકીછે.તેમની સાથે બીજા ત્રણ ભાગેડુ પણ હતા.

ઘટના બાદ પોલીસે તમામ પાંચને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે અને ઘણા વિસ્તારોમાં નાકાબંધી પણ કરવામાં આવી છે.

Latest Stories